History Of DanVeer Jagdusha In Gujarati
જગડૂશાહ
કચ્છની ભદ્રાવતી નગરીનો હતો. તે વરણાગ વંશનો શ્રીમાળી જૈન હતો. તેની પત્નીનું નામ યશોમતી હતું. તેની પુત્રીનું નામ પ્રીતિમતી હતું. પ્રીતિમતીના લગ્ન યશોદેવ સાથે થયા હતા.
જગડૂશાહને એક લક્ષ્મીવર્ધક મણિ મળ્યો હતો. તેથી તે ધનપતિ થયો હતો. પીઠદેવે કચ્છ ઉપર ચડાઈ કરીને રાજા ભીમદેવે બંધાવેલ કિલ્લો તોડી નાખ્યો હતો. જગડૂશાહે રાજા ભીમદેવ અને અર્ણોરાજ સોલંકીના પુત્ર લવણ પ્રસાદ પાસેથી સૈન્યની મદદ મેળવી 6 મહિનામાં ભદ્રાવતીનો નવો કિલ્લો બનાવ્યો. પૂનમિયા ગચ્છના આચાર્ય પરમદેવે રાજા દુર્જનશલ્ય પાસે શંખેશ્વર તીર્થનો જીણોદ્ધાર કરાવ્યો. આચાર્ય પરમદેવ ભદ્રાવતી તીર્થ પધાર્યા. આચાર્ય પરમદેવના ઉપદેશથી જગડૂશાહ ધર્મપ્રેમી બન્યો.
જગડૂશાહે રાજા વીસલદેવની આજ્ઞા મેળવીને શત્રુંજય અને ગિરનારના છ'રી પાળતા સંઘ નીકળ્યા. આચાર્ય વીરસૂરિએ સ્થાપન કરેલ ભગવાન મહાવીર સ્વામીના જિનાલયને જગડૂશાહે સોનાના દંડ કળશ ચડાવ્યા. અષ્ટાપદાવતાર જિનાલય , 170 જિનાલય બનાવ્યા. શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ભરાવી. કપિલકોટમાં ભગવાન નેમિનાથના જિનાલય બનાવ્યા. કૃષ્ણના મંદિર , શિવાલય , વિષ્ણુ મંદિર બનાવ્યા. ઢંકામાં શ્રી ઋષભદેવનું નવું જિનાલય બનાવ્યું. વઢવાણમાં ચોવીસ દેરીવાળો જિનાલય બનાવ્યું. સેવાડીમાં ભગવાન ઋષભદેવનો બાવન દેરીવાળો જિનાલય બનાવ્યું. શત્રુંજય તીર્થ , સલખણપુર , દેલવાડામાં નવા જિનાલય બનાવ્યા. ભદ્રેશ્વરમાં આચાર્ય પરમદેવ માટે ઉપાશ્રય બંધાવ્યો. આચાર્ય પરમદેવના શિષ્ય આચાર્ય શ્રીષેણને આચાર્ય પદ અપાવ્યું. ભદ્રેશ્વરમાં વાવ બંધાવી. મુસલમાનો માટે મસ્જિદ બંધાવી.
એક વાર આચાર્ય પરમદેવે જગડૂશાહને જણાવ્યું કે સંવત 1313 , 1314 , 1315 માં સમગ્ર દેશમાં દુકાળ પાડવાનો છે. માટે અનાજનો સંગ્રહ કરી લેજો. જગડૂશાહે જેટલું મળી શક્યું તેટલું અનાજ એકઠું કર્યું. આચાર્યશ્રીની ભવિષ્યવાણી સાચી પડી. ત્રણ વર્ષ દુકાળ પડ્યો. રાજાના કોઠારો ખાલી થઈ ગયા. જગડૂશાહ પાસે અનાજના 700 કોઠારો હતા. રાજા વીસલદેવે જગડૂશાહ પાસે અનાજની માંગણી કરી. જગડૂશાહે વીસલદેવને 8000 મૂડા , સિંધના હમીરને 12000 મૂડા , માળવાના મદનવર્માને 18000 મૂડા , દિલ્હીના મોજુદીનને 21000 મૂડા , કાશીના રાજા પ્રતાપને 62000 મૂડા , મેવાડના રાણાને 32000 મૂડા , સ્કંદિલને 12000 મૂડા અનાજ આપ્યું. જગડૂશાહે 112 દાનશાળાઓ ખોલી. જગડૂશાહે આ દુકાળમાં 999000 મૂડા ( 8060705072 મણ ) અનાજનું દાન કર્યું. ગરીબોને કરોડો સોનામહોરનું દાન આપ્યું.
જગડૂશાહ દાન આપતી વખતે વચ્ચે પડદો રાખતા હતા. જેથી દાન દેનારનું મુખ ના દેખાય. જગડૂશાહ સર્વત્ર દાનવીર તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી. જગડૂશાહ સંવત 1320 થી 1330 ના ગાળામાં મૃત્યુ પામ્યા હતા. તેમના મૃત્યુના સમાચાર સાંભળીને દિલ્હીના બાદશાહે પોતાનો મુકુટ ઉતાર્યો હતો. સિંઘપતિએ બે દિવસ માટે અન્નનો ત્યાગ કર્યો હતો.

0 Comments