"સોના નું કોડીયું, રૂપા ની વાટ"
સોના નું કોડીયું, રૂપા ની વાટ,
આદિશ્વર નું નામ લેતા સુખે જાય રાત
નવકાર નવકાર તૂ મારો ભાઈ,
તારે ને મારે ઘણી સગાઇ,
અંત સમયે યાદ આવજ઼ો,
મારી ભાવના શુદ્ધ રાખજો"
“કાને મારા કુંથુનાથ, આઁખે મારા અરનાથ,
નાકે મારા નેમિનાથ, મુખે મારા મલ્લિનાથ,
સહાય કરે શાંતિનાથ, પરવશ પૂરે પાર્શ્વનાથ"
“શિયલ મારા સંથારે,
જ્ઞાન મારા ઓશિકે,
ભર નિંદ્રા માં કાળ કરુ તો
વોસિરે… વોસિરે… વોસિરે…"
“આહાર શરીર ને ઉપધિ, પચ્ચખુ પાપ અઢાર,
ભર નિંદ્રા માં કાળ કરું તો વોસિરે, જીવુ તો આગાર"
“ખામેમિ સવ્વજીવે, સવ્વે જીવા ખમંતુ મે;
મિત્તી મે સવ્વભૂએસુ, વેરં મજ્ઝં ન કેણઈ"
"રાત્રે સૂતા પહેલા આ ક્ષમા પ્રાર્થના જરૂર કરવી જોઈએ"
0 Comments